OSC Investor Alert: JC Team Capital Inc. and Parthkumar Jani

For Immediate Release OSC Investor Alert Enforcement

TORONTO – The Ontario Securities Commission (OSC) is warning the public about JC Team Capital Inc., which is operating through the website jcteamcapital.com.

JC Team Capital Inc. and its director, Mr. Parthkumar Jani, may be encouraging Canadians to invest in various companies through loan agreements. However, JC Team Capital Inc. and Mr. Jani are not registered to sell investments in Canada.

The OSC believes Mr. Jani may be operating in and around the Scarborough and Markham regions, however, all investors should be vigilant across the province.

If you or anyone you know has been approached by JC Team Capital Inc. or Mr. Jani to invest, the OSC urges you to contact the OSC’s Inquiries and Contact Centre at 1-877-785-1555 or [email protected] as soon as possible.

Investors should always to check the registration of any person or business trying to sell them an investment or give them investment advice.

The mandate of the OSC is to provide protection to investors from unfair, improper or fraudulent practices, to foster fair, efficient and competitive capital markets and confidence in the capital markets, to foster capital formation, and to contribute to the stability of the financial system and the reduction of systemic risk. Investors are urged to check the registration of any persons or company offering an investment opportunity and to review the OSC investor materials available at https://www.osc.ca.

 

OSC રોકાણકાર ચેતવણી: JC ટીમ કેપિટલ ઇન્ક. અને પાર્થકુમાર જાની

 

ટોરોન્ટો – ઓન્ટારિયો સિક્યોરિટીઝ કમિશન (OSC) જાહેર જનતાને JC ટીમ કેપિટલ ઇન્ક. વિશે ચેતવણી આપી રહ્યું છે, જે jcteamcapital.com વેબસાઇટ દ્વારા કાર્યરત છે.

JC ટીમ કેપિટલ ઇન્ક. અને તેના ડિરેક્ટર શ્રી પાર્થકુમાર જાની, લોન કરારો દ્વારા કેનેડિયનોને વિવિધ કંપનીઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હશે. જોકે, JC ટીમ કેપિટલ ઇન્ક. અને શ્રી જાની કેનેડામાં રોકાણો વેચવા માટે નોંધાયેલા નથી.

OSC માને છે કે શ્રી જાની સ્કારબોરો અને માર્ખામ પ્રદેશોમાં અને તેની આસપાસ કાર્યરત હોઈ શકે છે, જોકે, પ્રાંતભરમાં બધા રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ.

જો તમારો અથવા તમે જાણતા હો એવા કોઈ લોકોનો JC ટીમ કેપિટલ ઇન્ક. અથવા શ્રી જાની દ્વારા રોકાણ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હોય, તો OSC તમને શક્ય તેટલી વહેલી તકે 1-877-785-1555 પર OSCના પૂછપરછ અને સંપર્ક કેન્દ્રનો અથવા [email protected] પર સંપર્ક કરવા વિનંતી કરે છે

રોકાણકારોએ હંમેશા કોઈપણ વ્યક્તિ કે વ્યવસાયની નોંધણી તપાસવી જોઈએ જેઓ તેમને રોકાણ વેચવાનો અથવા રોકાણની સલાહ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય.

OSCનો કાર્યભાર રોકાણકારોને અન્યાયી, અયોગ્ય અથવા છેતરપિંડીભર્યા વ્યવહારોથી રક્ષણ પૂરું પાડવાનો, વાજબી, કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક મૂડી બજારો અને મૂડી બજારોમાં વિશ્વાસ વધારવાનો, મૂડી નિર્માણને પ્રોત્સાહન આપવાનો અને નાણાકીય વ્યવસ્થાની સ્થિરતામાં તથા પ્રણાલીગત જોખમ ઘટાડવામાં ફાળો આપવાનો છે. રોકાણકારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ રોકાણની તક આપતી કોઈપણ વ્યક્તિ અથવા કંપનીની નોંધણી તપાસે અને https://www.osc.ca પર ઉપલબ્ધ OSC રોકાણકાર સામગ્રીની સમીક્ષા કરે.

– 30 –

For Media Inquiries:

For Investor and Industry Inquiries: